બે લંગોટિયા મિત્રોને ટેવ એવી કે રાત્રે ભેગાં થાય. અડધી ચ્હામાં બે કપ ચા ભરાવે! એક સિગારેટમાંથી જ બંને ફૂંકણીઓ મારે તો માવામાં પણ આવું જ! પણ અચાનક એક મિત્ર છેલ્લી ત્રણ રાત્રિથી આવતો નહિ, બીજો ફોન કરે તો કહે કે, કાલે પાક્કું આવીશ આજે થાક્યો છું. અંતે તે પેલાનાં ઘરે પહોંચી ગયો, તેની ઘરવાળી દ્વારા ખબર પડી કે તેને કેન્સર થઈ ગયું છે. પછી શું? હવે એ ચ્હામાંથી ભાગ નથી પાડતો પોતે જ એકલો પી જાય છે, સિગારેટની ફૂંકણીઓમાં પણ એવું જ તો માવામાં'યે.....
- યશ સોમૈયા ✍
આવાઝ