કેવી રીતે અહેસાન માનું ભગવાન તમારો,
કે મને એક ડોક્ટર બનવાને લાયક સમજી.
કેવી રીતે આભાર માનું મમ્મી પપ્પા તમારો,
કે બધા કષ્ટો વેઠીને અહીંયા સુધી પહોંચાડી.
કેવી રીતે ઉપકાર કરું ભાઈ ભાભી તમારો,
કે હંમેશા એક ઢાલ બનીને આગળ વધારી.
કેવી રીતે ભુલી જાઉં હવે હું દોસ્ત તમને.
કે તમારા સહકારથી તો મારી હિંમત વધી.
કેવી રીતે ઋણ ચુકવીશ હું તમારા બધા નું,
કે તમારા જ સહયોગથી સફળ ડોક્ટર બની.
Happy Doctor's day.