હું અને તું
જ્યાં હોઈએ તું અને હું....
ત્યાં સમય ને ભૂલી જાઉં હું.
જો કરું બંધ આંખો ને મારી,
જીવંત થાય છવિ તારી.
જ્યાં હોઈએ તું અને હું....
ક્ષણ ભર માટે શ્વાસ ને મારાં ચુકી જાઉં હું.
રોકાઈ જાય એ પળો ત્યાં,
હોય મૌજુદ્ગી તારી જ્યાં.
નિહાળું તને કલાકો સુધી,
પાંપણ ના ફરકે ત્યાં સુધી.
જ્યાં જ્યાં હોઈએ તું અને હું.....
થમી જાય આ સૃષ્ટિ ની કળા,
જેમ મોર થનગને જોઈ વાદળ ની ઘટા.
આજે આ પ્રકૃતિ બની સાબિતી
આપણા મિલન ની,
લહેરાતી આ હવા ની સડસડાટ,
સૂકાયેલા પાંદડાઓ ની ખિલખિલાહત.
જ્યાં હોઈએ તું અને હું....
ભૂલી જાઉં આ હકીકત ની દુનિયા ને,
જીવી લઉ સદીઓ ને આ દરેક ક્ષણ માં.
ભીંજવતી આ વરસાદ ની બુંદો,
સમાવી લે મુજ ને તુજ માં.
જ્યાં હોઈએ તું અને હું....
પોતાને ભૂલી જાઉં હું.
Mamta b.