તું આવે
જાણું છું હું કે તું નહિં આવે,
પણ ક્યારેક ક્યારેક એવું મને લાગે.
નથી કેતો હું કે તું હોય સદા સાથે, પણ
વરસાદ ની બુંદો બની તું વરસી ને ભીંજવે
મુજ ને,એવું મને લાગે.
નથી કેતો હું કે તું હોય સદા સાથે, પણ
સૂરજ ની કિરણો બની તું સતાવે મુજ ને
એવું મને લાગે.
નથી કેતો હું કે તું હોય સદા સાથે, પણ
સંધ્યા ટાણે વાતા પવન નાં સૂસવાટે મહેકાવે મુજને,એવું મને લાગે.
નથી કેતો હું કે તું હોય સદા સાથે, પણ
દરિયા માં ઉઠતાં મોજાં બની સ્પર્શી પગ થકી ભીંજવે મુજને,એવું મને લાગે.
જાણું છું હું કે તું નહિં આવે, પણ
ક્યારેક ક્યારેક એવું મને લાગે.
ન હોય સાથે તું પણ સાથ તારો સાલે,
એકલતા માં પણ તું ભીડ સમો લાગે.
પણ ક્યારેક ક્યારેક એવું મને લાગે.