ઘૂંટડો
===================================
ફી ન ભરવાનો અને માફ કરવાનો અષાઢ બરાબર બેઠો છે, ને સંચાલકોના શ્રાવણ સાથે સરકારનો ભાદરવો બારેમાસ...!
એમાં ઉગતા ભાવિનાં ભીંતરમાં ઓલા કર્મનિષ્ઠે બીજ રોપવા માંડ્યું; ને ઊભો છે ઉદગ્રીવે પોતાની હથેળીનું ભાલે છત્ર બાંધી. એ આશાએ કે ...,
હવે વરસાદ પડે તો કંઈ...!!
તેણે એક ઊંડા શ્વાસનો સૂકોભટ ઘૂંટડો ભર્યો.
###
રાજેન્દ્રકુમાર એન. વાઘેલા
ભરુચ.