જુવાની ફૂટતા જ એક છોકરી યુવતી બની ગઈ
અરીસા સામે ઉભી રહી જાત ને નીખારતી થઈ ગઈ
બહેનપણી સાથે ઝૂમ્યા કરતી રોજ એ હવે
કોઈ ના પ્રેમ નો સંગાથ શોધતી થઈ ગઈ
ખિલખિલાટ હસતી પેલા એ હવે
પાંપણો ઢાળી શરમાતી થઈ ગઈ
ઝરણાં સમી છોકરી હવે
નદી જેવી શાંત બની ગઈ
જુવાની ફૂટતા જ એક છોકરી યુવતી બની ગઈ
#જુવાન