Gujarati Quote in Poem by Prem_222

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Prrm_222:

જુવાની જુવાનીમાં ફેર છે રે જુવાની કોને કહેવાય જો..

કોઈ જુવાની દંગે ચડે, તો કોઈ જંગે ચડે,
કોઈ જુવાની દાવપેચ ખેલે, તો કોઈ બહારવટુ ખેલે,
જુવાની જુવાનીમાં ફેર છે રે જુવાની કોને કહેવાય જો..

કોઈ જુવાની બાપનું બગાડે, તો કોઈ બાપાનું ઉગારે,
કોઈ જુવાની એકમેકના વ્હેમમાં પડે, તો કોઈ પ્રેમમાં પડે,
જુવાની જુવાનીમાં ફેર છે રે જુવાની કોને કહેવાય જો..

કોઈ જુવાની ટપોરી જોડે, તો કોઈ સરહદ પર લડે,
કોઈ જુવાની આબરૂ લૂંટે, તો કોઈ આબરૂ બચાવે,
જુવાની જુવાનીમાં ફેર છે રે જુવાની કોને કહેવાય જો..

કોઈ જુવાની દક્ષ કાજે મરે, તો કોઈ રક્ષા કાજે મરે,
કોઈ જુવાની સ્ત્રી મોહમાં પડે, તો કોઈ માંની સેવામા પડે,
જુવાની જુવાનીમાં ફેર છે રે જુવાની કોને કહેવાય જો..

#જુવાન

Gujarati Poem by Prem_222 : 111490452
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now