ભર વરસાદના મોસમમાં ટ્રેન માંથી પ્લેટફોર્મ પર ઉતરી ઘર તરફ ડગ માંડ્યા રસ્તામાં ચાલતાં વરસાદે પોતાનું જોર બતાવવાનું શરૂ કર્યું ત્યારે મારી નજર રસ્તાની એક કોર એક નાના બાળક પર પડી જે પોતાની માતાના ખોળામાં ભીંજાઈ રહ્યું હતું અને તેની માતા તેને પાલવથી કોરૂ રાખવાનો ખોટો પ્રયત્ન કરી રહી હતી ત્યારે મેં મારી છત્રી તે નિઃસહાય માતાને આપીને ભીંજાતો ભીંજાતો ઘરે પહોંચ્યો અને ઘરે પહોંચીને એક ખોટું વાક્ય બોલ્યો કે હું છત્રી ટ્રેન માં ભૂલી ગયો છું આ ખોટું વાક્ય બોલીને મને પરમ સંતોષનો અનુભવ થઈ રહ્યો હતો...!!!
#ખોટું