એક જામ વીતી ગયું હવે આ અંજામ છે
ભરેલો જામ ઢોળી દીધો મે ચક્કાજામ છે
નશામાં ચકચૂર છું નથી કોઈ ભાન છે
મેકશી બોટલમાં અનેક થયા બેભાન છે
નથી પીધો એ કારણે કોઈ પ્રેમિકાની યાદ છે
મારે તો દિવસભર સખત મજૂરીનો થાક છે
મજૂર છું મજબૂર છું શેઠ કરાવે કામ છે
કાળી મજૂરી, તોય વળતરમાં ઓછા દામ છે
એક મજૂરને લલાટે વર્ષોથી લખેલી વેઠ છે
શરીરે થાકી ગયો છું હવે નશામાં બધું વેદ્ય છે
રાત્રીના ઘોર અંધકારમાં થયું બધું ઠરીઠામ છે
જ્યાં પડ્યો છું ત્યાંજ મારે તો નિંદ્રાધામ છે
સવારે ઉઠ્યા પછી માથું ભારેને ચકરાવ છે
હજાર હતા ખિસ્સામાં સાતસોનો વપરાશ છે
મારે ઘરે એક બાયડી ને ત્રણ સંતાન છે
એમના માટે મારે કરવો બચતનો પ્લાન છે.
નહિ પીવું બહુ દારૂ આ ખોટું કામ છે
પૈસા જે બચે હવે કરવા ઘરવાળીને નામ છે....
#ખોટું