કોણ આવી કાનમાં કહી જાય વાત આ ,
લૂટી લે અજવાળું ને દઇ જાય રાત આ .
એક સ્વપ્ન આવીને અડકી જાય અમથું મને ,
ને પછી ફુલ સમ મહોરી જાય જાત આ .
રંગના ઊડે ફુવારા છાતી મહીં મુજ ,
છુંદણા સમ કાયમી પડી જાય ભાત આ .
આંખ લાગે હસતી , મુખ પર હોય તાળુ ,
પ્રેમ કરવાની છે કેવી નોખી રીત આ .
દૂરથી 'જશ' ચાહવું ને ઝૂરવું પછી ,
કેવી રાધા ને શ્યામ તણી છે પ્રીત આ .