જીવનમાં ઉત્સાહ ભરી આવી જા તું,
મંજિલ નો સાથી બની આવી જા તું,.....
એકલતા નો સાથ બની આવી જા તું,
પ્રેમ કેરો અહેસાસ બની આવી જા તું,.....
વિશ્વાસ ની એ ડોર બની આવી જા તું,
અંધારી રાત્રિમાં ચાંદ બની આવી જા તું,....
ધોમ તપતા તડકાનો તું છાયડો બની આવી જા તું,
ઠંડક આપવા વૃક્ષ બની આવી જા તું,....
ખોવાયેલો છું મંજિલ બતાવવા આવી જા તું,
જિંદગીનો જીવન સાથી બની આવી જા તું,....
જીત ગજ્જર
#ઉત્સાહી