પિતૃદિને તમામ પિતાઓને સમર્પિત
જે ક્ષણે નવજાત શિશુ પિતાની આંગળી પકડી લે છે ત્યારથી બાળક માટે જીવનની સફર શરુ થાઈ છે અને ખૂબ જ નાજુક, કોમળ અને નિર્દોષ હાવભાવથી બનાવવામાં આવેલું આ બંધન તેમને જીવનપર્યંત એકબીજા સાથે રહેવા કટિબદ્ધ કરે છે !
કુટુંબ માટે કરુણા તેમજ રક્ષણ માટેનો સમૃદ્ધ સ્રોત છે. બાળક ચિંતામુક્ત અને કાળજીયુક્ત આરામદાયક જીવન જીવે; કે તેને જીવનની પાયાની જરૂરિયાતો પૂરી પાડે; ખાતરી કરે કે ખોરાક ટેબલ પર છે કે નહીં ; કે તે સુનિશ્ચિત કરે છે કે તેના બાળકને શિક્ષણ અને જ્ઞાનનો લાભ મળે છે. પ્રેમ, સ્નેહ, ગૌરવ, ખુશીના વાતાવરણ સાથે ઘરને સ્વર્ગ બનાવી દે છે. બાળક માટે હીરો બની જાય છે અને બાળક મોટુ થઈ પિતાના અનુકરણે પિતા બને છે.