પરિવાર ની પરંપરા
સમસ્ત પરિવાર સુખે થી જીંદગી ગુજારી રહયા હતા ઘરના પિતાજી ચંપકલાલ અચાનક બિમાર પડી ગયા.
અત્યાર સુધી ઘરની સંપુર્ણ જવાબદારી ચંપકલાલ સંભાળી લેતા હવે બધી જવાબદારી મોટા દિકરા હરિલાલ
ને સંભાળવી પડશે. સવારમા ઉઠીને દુધ લેવા જવાનુ, શાકભાજી લેવા જવાનુ, કરિયાણુ લેવાનુ તે ઉપરાંત નોકરી કરવાની જવાબદારી હરિલાલ ઉપર હતી.
ચંપકલાલ ની તબીયત ધીરેધીરે વધારે ખરાબ થતી ગઈ ને હરિલાલ ની જવાબદારી વધતી ગઈ. સાધારણ નોકરીમાં હરિલાલ ઘરના ખર્ચા મા માંડ માંડ ભેગુ કરી શકે છે. આખર તારીખ મા કરકસરથી દિવસો ગુજારવા પડે છે.
બાપુજી ચંપકલાલ હતા ત્યારે ઘર સંભાળતા એટલે હરિલાલ મોજશોખ થી રહેતો ને કરકસર વિનાની જીંદગી જીવતા હતા. હરિલાલ ની એક સાંધે ને તેર ટુટે એવી પરિસ્થિતિ આવી ગઈ. હવે તો રૂપિયા વાપરવામાં વિચાર કરવો પડે છે. સહપરિવાર સાથે રહેતા હોય ઘરની જવાબદારી ઘણી બધી હોય પરંતુ હરિલાલ ની સાધારણ નોકરીમાં માંડમાંડ ભેગુ કરીને જીવન નિર્વાહ ચલાવતા.
ચંપકલાલ ની બિમારી એટલી બધી વધી ગઈ હતી કે થોડા દિવસથી સંસારમાથી વિદાય લઈ ને ઈશ્ચરના દરબાર મા વિસામો લઈ લીધો.
સમસ્ત પરિવાર મા હરિલાલ મોટો હોવાથી બધા નિર્ણય લેવાની જવાબદારી તેની હતી. ધીરે ધીરે સંયુક્ત કુટુંબ ની જવાબદારી ન સંભાળી શકતા હોવાથી પાંચ ભાઈના કુટુંબ નુ વિભાજન થયુ. દરેક ભાઈ ઓ ને અલગ અલગ રહેવા મકાન ન હોવાથી સંયુકત મકાન વેચીને રોકડ રકકમ ના ભાગ પાડીને પરિવાર વિખેરાઈ ગયુ. નાના ભાઈ નો કામ ધંધો સારો હોવાથી પોતાનુ સારૂ મકાન લઈ ને સારી જગ્યાએ રહેવા લાગ્યો. બીજા ભાઈઓ ની સાધારણ આવક હોવાથી નાના મકાન લઈ ને સ્વતંત્ર રહેવા લાગ્યા.
હરિલાલ ની પહેલ થી આવક ઓછી હોવાથી ઘર ચલાવવુ ખુબજ કઠીન થઈ ગયુ. પરંતુ બાપ હોવાથી બધાનું ભરણ પોષણ ગમે તેમ કરીને પુરૂ કરે છે. પોતાનુ જીવન એકદમ સાદું કરી નાખવુ પડયુ. ઘરથી ઓફીસ દુર હોવાથી રોજ રિક્ષામા જતા પણ હવે કરકસર કરવાનો વારો આવ્યો તો બસ તો શુ ચાલીને ઓફીસ જવા લાગ્યા ને કરકસરથી જીવન જીવવા લાગ્યા. બુટ ટુટી જાય તો સંધાવી ને ત્રણ ચાર મહીના ટકાવી દેતા . કપડા પણ ફાટી ગયા હોય તો સંધાવીને પહેરવા લાગ્યા. એમના કોલેજ મા ભણતા દિકરા દીકરીને કરકસર ની જાણ ન કરતા.
પરંતુ તેમની દિકરી રાધા ખુબ સમજદાર હતી તે પપ્પા નોકરી પરથી ઘરે આવતા ત્યારે પાણીનો ગ્લાસ ભરીને લાવતી ત્યાં એનો અડધો થાક ઉતરી જતો. દિકરી બહુ હોશિયાર હતી પિતાનો હાવભાવ જોઈને સમજી જતી, ને કહેતી પપ્પા તમે જરા પણ ઘરની ચિંતા નહી કરતા હું ઘરે ટયુશન કરાવીને તમને મદદ રૂપ થઈશ. દિકરીની આવી લાગણી જોઈને પપ્પા ક્યારેક એકલા ખુણામા બેસીને રડી લેતા ને નશીબ નો દોષ દઈને ઘર સંસાર ચલાવતા.
દિકરી રાધા પિતાની વ્યથા ખુબ સમજતી ને એટલુ બધુ ધ્યાન રાખતી કે પિતાની આંખમાથી હરખ ના આંસુ જ આવવા જોઈ. પરંતુ સમય ને સંજોગ એવા હોય છે કે જવાબદારી તો ઘરના મોભી જ નિભાવી શકે. સમય જતા જતા દિકરી ઉંમરલાયક થતા તેને પરણવાની તૈયારી કરી,
દિકરીને વિદાય વેળા પપ્પા પાસે જીંદગીની મુડી ચુકવતી હોય એમ ખોબલે ખોબલે રડી પડી. પપ્પા કાળજુ કઠણ રાખીને હસ્તે મોઢે વિદાય આપી.
દિકરીની વિદાય પછી સહપરિવાર ફરીથી કરકસર ની જીંદગી જીવવા લાગ્યા..
" વિધૃત "
વિઠલભાઈ ગોહીલ મુલુંડ