ઉરે ભારતમા! તુજ અનન્ય રોશની જળહળે
નથી સેહવાતું કોઈ દુશ્મન દેશ તને નજર કરે
ગુસ્યા સીમાડે ચીની તો જ્વાળામુખી બનીશું
રક્ષવા લાજ દેશની અમે ઘરે ઘરે વીર બનીશું
ચીનના એક એક જવાનો સંહાર અમે કરીશું
ત્રીરંગાની શાન માટે પૃથ્વી રક્તરંજિત કરીશું
લદ્દાખની કાતિલ ઠંડી હસતા હસતા સહીશું
માં ભોમની રક્ષા કાજે અમે મોત વ્હાલું કરીશું
માં ભારતી! ધીરજ ધરજે, અમે બલિદાન દઈશું
રક્ષવા તુજ લાજ, અમે યુગો યુગો સુધી લડીશું
ભારત માતાકી જય.....
જય હિન્દ...........
#અનન્ય