#અનન્ય
હે માનવી, મળ્યો છે તને મનુષ્ય અવતાર
જે સર્વ જગતમાં અનન્ય છે....
મળ્યા છે તને પ્રેમ, લાગણી ,વાત્સલ્ય ,સંવેદના
જે સર્વ જગતમાં અનન્ય છે....
મળ્યું છે તને માનવજીવન અન્યના કલ્યાણ અર્થે
જે સર્વ જગતમાં અનન્ય છે
મળ્યા છે તને પરિવારજનો, મિત્રો, સ્નેહીજનો
જે સર્વ જગતમાં અનન્ય છે... Bindu A.
તો આ સર્વ લોકમાં મળેલું આ "અનન્ય જીવન"
તો તું શા માટે વેડફે છે , આ કીંમતી સમય ને,
કર એવું કર્મ કે સર્વ જગતમાં તારી થાય વાહ-વાહ
કારણકે મનુષ્ય જીવન જ છે "અનન્ય જીવન"....
🙏 જય દ્વારકાધીશ 🙏