શું વેંચીને તને ખરીદું ? એ જિંદગી !
મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.
જવાબદારીના બજારમાં...
હું રોજ રાત્રે
વીતેલા દિવસને અગ્નિદાહ આપું છું.....!
અને રોજ સવારે
સમયની આંગળી પકડી જિંદગી ચલાવતો રહું છું..
ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે ?
અહિં તો કોણ મળ્યા એનો આનંદ છે..!
આજે પડછાયાને પૂછ્યું, કેમ આવે છે મારી સાથે,
તેણે પણ હસી ને કહ્યું,
કહો જોઈએ બીજુ કોણ છે તમારી સાથે ?
✍🏻કૃણાલ_મેવાડા