બુધ્ધ નો એક પ્રીય શીષ્ય હતો....જેનુ નામ બોધિધર્મા..
વર્ષો પહેલાં જ્યારે ભારત માં બૌધ્ધ ધર્મ ધીરે ધીરે પોતાની શાખા ફેલાવતો હતો ત્યારે આ જ બોધીધર્મા બૂધ્ધ ની રજા લઈ આજના કહેવાતા ચિનમા બૌધ્ધ ધર્મના નો ફેલાવો કરવા આવ્યો.....
પણ ત્યાની એકદમ ગરીબી અને ભુખમરા મા રહેતી પ્રજા ને જોઈ ત્યાં ના વાતાવરણ અને આજીવિકા ને જાણવાનો પ્રયત્ન કર્યો અને એ પણ જોયું કે અહીં ની પ્રજા રોજ બહારથી આવતા લુટારુઓ નો સામનો કરતી અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતી..
માટે બોધીધર્મા એ સૌથી પહેલા તેમને શારીરિક રીતે પગભર કરવા કેટલીક લડાઈ ની ટેકનીક શિખવાડી જે મુખ્યત્વે આસપાસ ના પશુ-પક્ષી ના હાવભાવ પર આધારિત હતી.
આ જ ટેકનિક આજે ત્યાં કુન્ગ ફુ તરીકે ઓળખાય છે અને બોધીધર્મા ને ત્યાં 'દા મો' તરીકે પુજવામાં આવે છે.