આભારી છું પ્રભુ! તે સૃષ્ટિ રચી ખૂબ સુંદર
અહીં શિષ્ટતા શીખવે, ગાંધીના ત્રણ બંદર.
ફોલી ખાધો દેશ બહુ જ શિફાયતથી
હજુય ભૂખ્યા છે, આ ધોળા છછુંદર.
દીધા વચન જન સેવાના, નિઃસ્વાર્થ,
ચુંટાયા પછી થઈ જાય છે, છુમંતર.
ભીખના કટોરાની મફત ભેટ વેહંચી,
વેચી દીધા પહાડ નદીઓ ને સમંદર.
થઈ પ્રજા ત્રસ્ત સફેદ વસ્ત્રધારીથી,
પ્રભુ! તમે જ કરો હવે બધું સમાંતર.
ન્યાય દીધો પ્રભુએ કર્મ ના આધારે જુવો
નથી જપવા દેતો ભ્રષ્ટને કાતિલ ભગંદર.
#આભારી