Gujarati Quote in Blog by Ravina

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન માં કોઈ એક વ્યક્તિ એવી હોવી જ જોઈએ જે તમને જજ કર્યા વગર માત્ર તમને સાંભળે.. પણ આવું કોઈ કોઈને મળતું નથી.. ના, આપણે કોઈ માટે એ કોઈ બનીએ છીએ ના આપણા માટે કોઈ...કદાચ આજ કારણ હોય અંદર ઘણુ ભમતું હોય ને તોય મોઢે સ્મિત રમતું હોય... ને લોકો આપણ ને પૂછે બસ તમારી પાસે આમ હસતા શીખવું છે...

આપણે ત્યાં બધી બીમારી નો સ્વીકાર છે બસ બીમારી શરીર ની જ હોવી જોઈએ.. માનસિક રોગ આપણ ને ખબર જ નથી બસ એક શબ્દ ખબર છે "ગાંડો".. જે કોઈ તમને ન સમજાય એ બધા ગાંડા.. માનસિક રીતે પીડાતા કદાચ 100 એ 80 જણ હશે. પણ એમને સમજનાર કોઈ જ નહીં.. આ કોઈ રોગ કે બીમારી કરતા એ પ્રકાર ની અતિ લાગણી પણ કહી શકાય.. કોક ને એકલતા નો ડર, કોક ને હતાશા તો કોક ને નિસ્ફળતા નો ડર.. કોક ને તો આખે આખા સમાજ નો ડર.. પણ આમની વ્હારે કોણ? કોઈ નહિ...

બસ, એટલું જ કહેવું છે ઝાઝું નહિ તો કોક માટે કાન તો બની શકીએ છીએ..વધુ નહિ તો એક ખંભો.. બહુ વધારે નહિ તો કોક નો એક રૂમાલ... વિશેષ નહિ તો કોક ને બે શબ્દ તો કહી શકીએ ને કે હું તારી સાથે છું... ચિંતા ન કર... બસ , આટલું પણ કોક માટે પૂરતું હશે.. પ્રયત્ન કરી જોજો...
#iamwithu

Gujarati Blog by Ravina : 111476584
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now