જીવન માં કોઈ એક વ્યક્તિ એવી હોવી જ જોઈએ જે તમને જજ કર્યા વગર માત્ર તમને સાંભળે.. પણ આવું કોઈ કોઈને મળતું નથી.. ના, આપણે કોઈ માટે એ કોઈ બનીએ છીએ ના આપણા માટે કોઈ...કદાચ આજ કારણ હોય અંદર ઘણુ ભમતું હોય ને તોય મોઢે સ્મિત રમતું હોય... ને લોકો આપણ ને પૂછે બસ તમારી પાસે આમ હસતા શીખવું છે...

આપણે ત્યાં બધી બીમારી નો સ્વીકાર છે બસ બીમારી શરીર ની જ હોવી જોઈએ.. માનસિક રોગ આપણ ને ખબર જ નથી બસ એક શબ્દ ખબર છે "ગાંડો".. જે કોઈ તમને ન સમજાય એ બધા ગાંડા.. માનસિક રીતે પીડાતા કદાચ 100 એ 80 જણ હશે. પણ એમને સમજનાર કોઈ જ નહીં.. આ કોઈ રોગ કે બીમારી કરતા એ પ્રકાર ની અતિ લાગણી પણ કહી શકાય.. કોક ને એકલતા નો ડર, કોક ને હતાશા તો કોક ને નિસ્ફળતા નો ડર.. કોક ને તો આખે આખા સમાજ નો ડર.. પણ આમની વ્હારે કોણ? કોઈ નહિ...

બસ, એટલું જ કહેવું છે ઝાઝું નહિ તો કોક માટે કાન તો બની શકીએ છીએ..વધુ નહિ તો એક ખંભો.. બહુ વધારે નહિ તો કોક નો એક રૂમાલ... વિશેષ નહિ તો કોક ને બે શબ્દ તો કહી શકીએ ને કે હું તારી સાથે છું... ચિંતા ન કર... બસ , આટલું પણ કોક માટે પૂરતું હશે.. પ્રયત્ન કરી જોજો...
#iamwithu

Gujarati Blog by Ravina : 111476584
Solanki Dashrathsinh 4 year ago

વાહ.... જોરદાર.... ખુબ સુંદર...

Het Vaishnav 4 year ago

ખુબ સરસ

Ravina 4 year ago

આભાર ક્રિષ્ના

Ravina 4 year ago

આભાર આતેકા...

Krishna 4 year ago

Ha di ekdm sachi vaat kok na kaan bni n sath aavoj joie

aateka Valiulla 4 year ago

હમેશાં ની જેમ જ જોરદાર કલમ અને સમજણ શક્તિ તારી જોડે છે

Kamlesh 4 year ago

એકદમ સાચું

Ketan Vyas 4 year ago

બહુ સરસ અને સાચી વાત કરી છે... અદભૂત...

कबीर 4 year ago

Khub saras lakhyu che

Kaamini 4 year ago

Haaaa...bilkul saachi vaaat....

Kpj 4 year ago

Haho di e sachu

Ravina 4 year ago

હા સાચું.. કદાચ એમ લાગે કે કોઈ આપણું છે જ નહીં... પણ ખરેખર જોવા જઈએ તો એ માત્ર આપનો વિચાર હોય.. ક્યાંક ને ક્યાંક કોક ને કોક કાયમ આપણ ને સાંભળવા તૈયાર હોય પણ આપણે એને ઓળખી નથી શકતા ને જે કાન બંધ કરી ને બેઠા છે ત્યાં આપણે ચિસો પાડીએ છીએ..

Kpj 4 year ago

Vaah di saav etle saav sachu ho aa 1 sath pn manas ni mansikta badalva purto hoy 6 pn aaje eni j kami 6 ane jo koi ne kevanu man thay toy pahelo dar e ke te su vicharse

Ravina 4 year ago

आभार

Jyoti 4 year ago

Right Didi 👌👍

મોહનભાઈ આનંદ 4 year ago

બહું ડહાપણની વાત કરી.... સાંભળવું જોઈએ

PRATIK PATHAK 4 year ago

Chinta na kar tari sathe chu avu kaheva vala bau ocha male che je kharekhar sath ape jarur padye

Tiya 4 year ago

Right didu superb 👏🏻 👏🏻

Ravina 4 year ago

Thank you so much friends

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now