'care' શબ્દ આમ તો બહુ નાનો એવો.. પણ કોઈ care માટે તરસી જાય છે તો કોઈ માટે care બંધન હોય છે.. ક્યારેક આપણી કોઈ નાની નાની વાતમાં care કરતુ હોય છે જેમ કે જમ્યું કે નહિ, પહોંચી જાય એટલે મેસેજ કરજે, સમયથી દવા લેજે, આજ કેમ મૂડ ઓફ છે? વગેરે જેવા પ્રશ્નો અને કાળજી આપણને ક્ષુલ્લક લગતા હોય છે ક્યારેક તો આપણે ઝગડી પણ પડતા હોઈએ છીએ..કોઈ આપણી care કરે તો આપણને લાગે કે એ મારાં વિના રહી નથી શકતા.. પણ એવું નથી હોતું એ નથી રહી શકતા કારણ કે એ રહેવા નથી માંગતા.. જો તમારા જીવનમાં પણ કોઈ આવી care કરવા વાળું હોય તો એને સાચવી લેજો કેમ કે દરેકના નસીબમાં care કરવા વાળા નથી હોતા.. અને જો આવા વ્યક્તિ ખોવાઈ જાય તો પસ્તાવા સિવાય કશું નથી મળતું...
#spread smile..
-દ્રષ્ટિ