જોયા બે એવા વાતોડિયા જે ક્યારના વાતો કરતા હતા પણ સંભળાતું કંઈ નહોતુ. પછી ખબર પડી કે વાત આંખોથી થતી હતી. જે વાતોડિયા મૌનની ભાષા પણ બોલી શકે એ કોઈની પણ સાથે વાત કરી શકે, કોઈની પણ લાગણીઓને સમજી શકે છે. પોતાના પ્રિયજનનાં હાસ્ય પાછળનું રુદન અને મૌન પાછળની વાતો સાંભળવી એ સૌથી કઠિન કાર્ય છે. જ્યારે તમે એકબીજા સાથે વધારે પડતી લાગણીથી જોડાયા હોવ છો ને ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ પામે છે. આવા વાતોડિયાની વાતો દુનિયા ભલે ન સમજે પણ તેઓ દુનિયાને ખૂબ જ સારી રીતે સમજી લે છે. આવા લોકો ગમે એવી પરિસ્થિતિને સંભાળી લે છે કારણ કે એ બે વ્યક્તિ જ જાણે છે કે એમને શું તકલીફો છે. દુનિયા માટે તો તેઓ સૌથી સુખી લોકો છે. એમની તકલીફોની ચર્ચા પણ મોટા ભાગે તો ઈશારાઓમાં જ થઈ જતી હોય છે.
વાતોડિયા હોવું એટલે એવું નથી કે હંમેશા આપણને એનો અવાજ જ સાંભળવા મળતો હોય, ક્યારેક એનું મૌન પણ ઘણું બધું કહી જતું હોય છે, બસ સાંભળતા આવડવું જોઈએ.
#વાતોડિયું