વાણી અને વૃતાંત એક જ કોલેજ માં એમબીબીએસ કરતા પ્રેમ માં પડ્યા.વાણી ની મીઠી વાતો વૃતાંત કલાકો સુધી સાંભળતો.વાતો કરવી વાણી નો શોખ પણ હતો અને કળા પણ.
વૃતાંત એ તો તેનું નામ પણ ફોન માં વાતોડી વાણી એવું સેવ કર્યું હતું.4 વર્ષ પૂર્ણ થતાં જ બંને એ લગ્ન કરી લીધા.લગ્ન ના 5 વર્ષ બાદ આજે વાણી વિચારે ચડી હતી કે ક્યાં કલાકો ના કલાકો વૃતાંત તેની વાતો સાંભળ્યા કરતો અને આજે એ જ વૃતાંત પાસે 10 મિનિટ એની પાસે બેસવાનો પણ સમય નથી.શું લગ્ન બાદ બધું બદલાઈ જાય?? વાણી ને ફરી એજ વાતોડીયણન વાણી બની વૃતાંત સાથે વાતો કરવી હતી પણ કદાચ પૈસા કમાવાની હોડ માં વૃતાંત ને એની વાતો સાંભળવાનો સમય જ નતો.સાથે રહી ને પણ જાણે બંને ખૂબ દૂર હતા.વાણી ની વાતો જ જાણે હવે મૌન થઈ ગઈ હતી.રાતે તેને ઊંઘી ગયેલા વૃતાંત નો ફોન હાથ માં લીધો અને કોલ લીસ્ટ માંથી વાણી ના નામ આગળ થી વાતોડી શબ્દ જ કાઢી નાખ્યો.
#વાતોડિયું