તારી નાની નાની વાતોથી મને દુઃખ થાય છે એનું કારણ તૂ જાણે છે? કારણ કે તને પામવા મેં મારું બધું ખોય નાખ્યું છે.. જીવથી વધુ ચાહું છું તને અને એના બદલામાં ફક્ત એટલું માંગુ છું કે તૂ મારી ફિકર કરે મને સમજે.. શુ તૂ આટલું પણ ના આપી શકે? મારી ઈચ્છા નથી કે તૂ મને મોટી મોટી ગિફ્ટ આપે મને તો બસ તૂ નાની નાની વાતોમાં મારી કાળજી કરે એજ જોઈએ છે.. રોજ તને હું પૂછું કે તારો દિવસ કેવો રહ્યો? ક્યારેક તૂ પણ મને પૂછને કે તે આજ કેટલી શાયરી લખી? તુય ક્યારેક પૂછ ને કે તને શુ ગમે છે શુ નથી ગમતું? બેશક તૂ મારાં પર ગુસ્સો કર પણ પછી પ્રેમથી મને મનાવને.. તુય મને મારાં જેટલો પ્રેમ કરને....
-એક પત્ની(પ્રેમ લગ્ન )
-દ્રષ્ટિ