હું મૂર્ખ, ભવ ભવ ભટકું માં! ભવ કાપો
ઉરે વસે દીપ જબુક સર્વ જ્ઞાન આપો
મદ થઈ મુજમાં તમસ ભરું સંતાપ ટાળો
સર્વ દેવ વસાવો મુજ હૈયે છું બાળ તારો
સર્વ દુર્ગુણ વસેલા મુજમાં, સર્વગુણ આપો
ચો દિશે વેર વિસ્તરે ભવાની ! વેર ટાળો
કહી મમ દારુણવ્યથા તુજને, મનનાં ભાવો
હે દેવી ! મુજ શીરે સર્વ પાપના કષ્ટ કાપો
#મૂર્ખ