"લપોડશંખ"
કૃષ્ણ નામે કામધેનુ સૌને દોવામાં રસ છે.
સૌને દૂધમાં રસ અમને બચાવવામાં રસ છે.
તમે નિચોવી લ્યો તમ તમારે લોહી પણ.
તમને શોષણમાં અમને પોષણમાં રસ છે.
બીજું વેંતર બેસે ને એમ કહો કે દૂધ ખારું છે?
તમને વર્તમાનમાં અમને ભવિષ્યમાં રસ છે.
ગાંડા જો તો ખરો કે ક્યાં ગાય આ ચરે છે?
તને ઘાસમાં રસ છે અમને ખેતરમાં રસ છે.
મરે કે જીવે તને શું ફેર પડે હે લપોડશંખ!
તમને મૃતમાં હશે 'દેવ'ને અમૃતમાં રસ છે.