થયું કે રોજિંદા જીવન થી થોડી આઝાદી મેળવીને જીવી લઉં,
પણ ક્યાં એવું બની શકે છે....
થયું કે હવે તો મારા મન ની વાતો હું કહી દઉં, પણ ક્યાં એવું બને છે શકે છે....
થયું કે જીવન માં થોડું બસ થોડુંક હું મારા માટે જીવી લઉં, પણ ક્યાં એવું બની શકે છે....
થયું કે આજે તો હું મારા મન ને વશ માં રાખ્યા વગર થોડી મોજ કરી લઉં, પણ ક્યાં એવું બની શકે છે...
થયું કે આજે થોડી લાપરવાહ બની ને, છોડી દઉં બધી ચિંતા, પણ ક્યાં એવું બની શકે છે.
થયું કે આજે હું ભૂલી જાઉં કે હું એક હાઉસ વાઇફ છું, મારા ઉપર જવાબદારી છે, હું એક માં છું,...કેટલાં સબંધો .....
થયું કે હું આજે બસ હું ને સાથે થોડું જીવી લઉં , પણ ક્યાં એવું બની શકે છે.