ખબર છે કે દુનિયામાં આવ્યા એકલા અને જવાના એકલા જ.
પણ વચલો જે ગાળો છે એમાં એક રંગીન દુનિયા છે એ દુનિયામાં સંબંધ નામનું એક નાનકડું છોડ છે,જેને આપણા પ્રેમજળની હમેશા તરસ હોય છે.
ખાતરી છે કે આપણે જે કરશું એજ પામવાના,પણ આપણા સહારે કોઈ દુરબળ પણ રહેતું હોય છે. જેના જીવનમાં તમારા સિવાય કંઇજ મહત્વનું નથી હોતું,આપ અને આપનો સંબંધ તેને જીવવા માટે શ્વાસ આપે છે. ખુશી આપે છે એમાં પણ તમે એને ફક્ત એક સંબંધ સમજીને સમય મળે યાદ કરો સમય મળે તેનું કામ કરો,તો સંબંધ શું કામનો???
એક સ્ત્રી બાળકને જન્મ આપે પણ માતૃ પ્રેમજ ન આપી શકે તો એ માઁ શું કામની? બાપ દીકરાને ધન દોલત આપે ઘર આપે પણ પિતા હોવાનો ભાવ જ ન આપે તો એ પિતા શુ કામના??
જીવન મરણ તો એકલાને જ મળવાનું કોઈ સાથે નથી આવવાનું કે જવાનું,પણ જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી દરેકને સંબંધની આશા અને વિશ્વાસની તડપ હોય છે.
આ દુનિયામાં કોઈ જ એકલું નથી રહી શકતું,તમારી પાસે બધું જ હશે એટલે કદાચ તમને એકલતાનો અનુભુવ નહીં હોય પણ જેના માટે તમે જ છો,એને જય પૂછો એકલતા શું કહેવાય...
ઘણા સંબંધ ઝાંઝવાના જળ સમાન હોય છે,આમ લાગે કે જળ છે પણ તેના નજદીક જઈ ને જુવો તો સાવ કોરું કટ જ જોવા મળશે.
લોહીના સંબંધતો બધા પાસે હોય પણ લાગણીનો સંબંધ કોઈ એક પાસે જ હોય છે.
સંબંધનું નામ આપી દેવાથી સંબંધ ન પૂરો થઇ જાય, તેના માટે સંબંધમાં ઉતરવું પડે નિતરવું પડે.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
dp,"પ્રતીક"