જ્યારે પોતાના સ્વાર્થ ની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ વધતા ઓછા પ્રમાણમાં નીર્દય થઈ જ જતી હોય છે. એક નાનુ બાળક ધાર્યું ના થતા બચકા ભરે છે કે રમકડાં તોડી નાખે છે
ઉંમર વધે તેમ નિર્દયતા પણ વધે છે
ક્યારેય કીડી મંકોડા મારવા કે ગાય કૂતરાં ને પથ્થર મારવા.
માતા પિતા પણ ઘણી વાર સંતાન એમની ઇચ્છા વિરુધ્ધ કરે ત્યારે નિર્દય થઈ જઈ ઘણા પ્રતિબંધ મૂકી દે છે.
ક્યારેક શિક્ષક તો ક્યારેક શેઠ તેમની ઇચ્છા વિરુધ્ધ જનાર સાથે નિર્દય થઈ જાય છે.
જરૂરત હોય છે આવા સમયે એક બીજા ના અભિગમ ને સમજવાની એકબીજા ના અભિપ્રાય ને માન આપવાની અને સામે વાળી વ્યક્તિ ને સમય આપવાની.
સમય અને સંજોગો ને સમજી ને પ્રતિભાવ આપવા મા આવે તો કદાચ ક્યારેય કોઈ ને નિર્દય નુ ઉપનામ આપવાની જરૂરત ના રહે.
#નિર્દય