સદીઓ કેટલીયે એક ક્ષણમાં કેદ થઇ ગઇ છે,
જનમભરની પીડા એકાદ વ્રણમાં કેદ થઇ ગઇ છે.
કથી કોઈ નથી શક્તું; નથી કોઈ સુણી શક્તું,
કથા પ્રત્યેકની પ્રત્યેક જણમાં કેદ થઇ ગઇ છે.
કદી ઉત્સાહથી સેવેલ જાજરમાન ઝંખા પણ,
સમયના કારમા કોઈ કળણમાં કેદ થઇ ગઇ છે.
અમારા ટેરવામાંથી વહીને નીકળી'તી જે,
નદી એ ક્યાંક કો' અદ્રશ્ય રણમાં કેદ થઇ ગઇ છે.
જણસની જેમ જેને સાચવી'તી એ તરસ ઉત્કટ,
સરીને શુષ્ક કોઈ રેતકણમાં કેદ થઇ ગઇ છે.
-હર્ષદ સોલંકી
#ઝડપી