એ ઢળેલ લાશ માનવતાની પડી છે,
એક માતા નહિ માણસાઈ મરી છે.
ઉત્તમ સર્જન તારું ઓ મારા પ્રભુ,
એમાં દયા, ભાવના કરુણા સડી છે.
વિકૃત આનંદને પામવા ખેલ કર્યો જે,
વિકૃતિના માંચડે એક માતા ચડી છે.
હતી ભૂખ પેટમાં રહેલા બાળકને,
ક્યાં ખબર અનાનસમાં મોત ભળી છે.
સાવચેત બની જાઉં હવે પ્રાણીઓ,
માણસમાં મરેલ લાગણી મળી છે.
ફૂટતા ફટાકડા બાળતા હતા પ્રેમને,
મનોજ આ આંસુની કે ક્રોધની ઘડી છે?
મનોજ સંતોકી માનસ