#વિવેકી
સુહાસ ભણવામાં સાવ નબળો વિદ્યાર્થી દરેક વિષયના શિક્ષક તેને પોતાના તાશમાં સજા કરે જ. પણ નવા આવેલા શિક્ષક જ્યારે પણ સુહાસને જુવે ત્યારે તેને તેનામાં રહેલી વિવેકતા જ દેખાય નહીં કે તેનું નબળા પણું.... ધીરે ધીરે નવા આવેલા શિક્ષકના સૌમ્ય સ્વભાવ થી વિવેકી સુહાસમાં એક બદલાવ આવવા માંડે છે અને તે ભણવામાં પૂરતું ધ્યાન આપતા નાની-નાની પરીક્ષાઓમા સારા માર્કસ મેળવવા માંડે છે. ટૂંકમાં દરેક વ્યક્તિને તમે વિવેકથી અને સહાનુભૂતિથી બદલવાની ક્ષમતા ધરાવો છો જો તમારામાં આવડત હોય તો....