"જેવો સંગ તેવો રંગ"
"સરીતા હોય ભલે મીઠાં જળ ની ,સમુદ્રમાં થાવું પડે એને ખારું,સંગતની એ વાત છે
હોય ભલે સાચી વાત આપણી,આ મોટા સમાજમાં
ખોટી પડે, એ બધાં ના નજરિયાંની વાત છે."
હા તો સમજી લેજો દોસ્ત કે ઉપરની બે પંક્તિ ભલે નાની છે પણ જો તેને તમે સમજી શકો તો લખવા માટે કલમની શાહી અને કાગળ ઓછા પડે.
હા વાત કરું તમને સરિતાની તો તેનું જળ કેટલું મીઠું અને પવિત્ર માનવામાં આવે છે . આપણે તેને પીવા માટે તેમજ ઘરમાં તેનો મોટા પાયે ઉપયોગ કરીએ છીએ.બીજી વાત કરું કે સમુદ્રની કે ભલે એ ગમેતેટલો મોટો કેમ ના હોય પણ તેનું કડવુ સત્ય એ કે તે ખરો છે માટે તેનું મોટું કદ આ દુનિયા નજર અંદાજ કરે છે
"મોટો એટલો ખોટો"
"ખારા જળ નો દરિયો ભરિયો મીઠા જળ નો લોટો
તરસ્યા નેતો મોટો લાગે મીઠાં જળ નો લોટો."
હા ઉપર ની વાત બિલકુલ સાચી છે, પણ જ્યારે નદી વહેતી વહેતી સમુદ્ર ને મલે છે ત્યારે વાત તદ્દન બદલાઈ જાય છે .કે જ્યારે નદી સમુદ્ર ને મલે ત્યારે તે ખારી થઈ જાય છે .આકેવું એ સરિતાનું નસીબ કે આખુ જગત તેના મીઠાં જળ નો આનંદ માનતું હતુંપણ જ્યારે તે સમુદ્ર માં મલી ગઈ તો કોઈ તેનું પાણી પણ ચાખવા માટે તૈયાર નથી. વાહ કેવું આ કડવું સત્ય છે આ કેવો કુદરતનો કમાલ છે. આ સમગ્ર વાત પરથી એકજ વાત સિદ્ધ થાય છે કે "જેવો સંગ તેવો રંગ"
(આ બધી કરામત બસ મારા દોસ્ત ની છે . આભાર તારો મારા જીગરજાન દોસ્ત -"Jp साहब")
-sagar....🖋️🖋️