Gujarati Quote in Motivational by Tr Mrs Snehal Rajan Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જરૂરિયાતમંદ તો બધા જ છે. હું અને તમે પણ. સૌથી પહેલાં તો મા ની કોખ જોઈએ છે જન્મ લેવા માટે. જન્મ લીધા પછી પહેલા જરુર પડે છે ઓક્સીજનની. જાતે જ લઈ લો નહીં તો મા થી અલગ થવું પડશે અને જવું પડશે અન્ય હોસ્પિટલમાં.
આજ કાલ તો જાણે ફેશન થઈ ગઈ છે જરૂરિયાતમંદ લોકોને અહેસાસ કરાવવાની કે અમે એટલા સક્ષમ છીએ કે તમને દાન આપી શકીએ અને સામેવાળાની લાચારીને દાનનાં નામે કેમેરામાં કેદ કરીએ છીએ.
આપણી તો સંસ્કૃતિ જ છે કે જમણા હાથે આપો તો ડાબા હાથને ખબર પણ ન પડવી જોઈએ. પરંતુ અહીં તો સેલ્ફી વગર કંઇ થતુ જ નથી. એમની જગ્યા પર આપણે હોઇએ તો શું આપણને ગમશે? માટે જરૂરિયાતમંદને લાચારીનો અહેસાસ ન થવા દો.
હું તો કહું છું કે જરૂરિયાતમંદ બનવું જ હોય તો ભગવાનની કૃપાના બનો, મિત્રોનાં સાથનાં બનો, સગાંનાં સંબંધોનાં બનો, પોતાના આત્મસન્માનનાં બનો, પ્રિયતમનાં પ્રેમના બનો, વડીલોના આશિર્વાદનાં બનો. કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી હોય તો મદદની સાથે પ્રેમ, લાગણી અને હૂંફની પણ કરો. એ વ્યક્તિ મદદ લેતી વખતે નીચું જોઈ જાય એવી પરિસ્થિતિ ઊભી ન કરો.
ગરીબ તો જરૂરિયાતમંદ હોય જ છે, જે ધનવાન છે એ પણ જરૂરિયાતમંદ તો છે જ. ઘરકામ માટે એમને માણસો જોઈએ, બહારના કામ માટે માણસો જોઈએ, અરે એમનાં બાળકો સાચવવા પણ બહારના લોકો રાખે છે. તો જ્યારે કોઈ ગરીબને ક્યારેક જરુર પડે ત્યારે ફોટા પડાવ્યા વગર શકય એટલી મદદ કરી જ દેવી જોઈએ.
#જરૂરિયાતમંદ

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111454427
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now