પામવું તને શક્ય નથી...દૂર રહેવું પણ હવે યોગ્ય નથી..
અજાણતાં જ થઈ ગયો છે જે પ્રેમ ભૂલવો એ હવે શક્ય નથી
..
ચાંદ ને પણ કહી દીધું ના ચમકીશ તું..તારી જ ચાંદની નું નૂર ઉછીનું લીધું છે મેં
.પૂનમ ની ચાહત છે દિલ માં..અમાસ જોવી હવે શક્ય નથી...
ઓઢીને આકાશ તારા જ બાહુપાશ માં...નીંદર જો આવે એ મંજૂર નથી....
નાનકડી અમથી ઉગેલી આ લાગણી...એમ કરમાઈ જાય એ હવે શક્ય નથી
અજાણતાં જ થઈ ગયો છે જે પ્રેમ ભૂલવો એ હવે શક્ય નથી...
.
..