સ્વમેવના માતા પિતા બંન્ને કોરોનામાં અવસાન પામ્યા. સ્વમેવ એમની અંત્યેષ્ટિ કરવા અમેરિકાથી ભારત આવી શકે એમ નહોતો..એટલે એણે ઝૂમ એપ્લિકેશન મારફતે એમની મૌન સભાનું આયોજન કર્યું હતું..
ઘણા સદસ્યો જોડાયા પછી કેટલાય લોકોએ સ્વમેવના માતાપિતા સાથેના સંસ્મરણોને વાગોળ્યા..અંતે શ્રદ્ધાંજલિ માટે અમુક સમય મૌન પાળવાનું નક્કી થયું હતું..મૌનનો સમય આવ્યો એટલે બધા લોકોએ પોતપોતાના વીડિયો અને ઓડિયોને મ્યુટ કરી દીધા.
#ડિજિટલમૌન #માઇક્રોફિક્શન