#અર્થ
તું દૂર છો ઘણી આમ તારી યાદ મને ગમે
પણ જો મળવાનું થાય તો મજા આવે,
પછી તારા બંધ હોઠ આમ મુસ્કાન કરે તો ગમે
પણ થોડીક વાત કર તો મજા આવે,
મારુ નામ હરઘડી આમ તારા મોઢે મને ગમે
પણ હું જરાક તારું કહું તો મજા આવે,
તું થોડીવાર માટે આમ મળવા આવે મને ગમે
પણ અર્થ છું સમજું આવી મુલાકાત નો??
જો આમ જ જીંદગીભર મારી પાસે રહે તો મજા આવે.
-કાનો