#અર્થ
જે સમયે ધમાલ કરવાની હોય,
તે સમયે નાજુક હાથ ફેકટરીનાં મશીનો પર ફરતા હોય,
તો એ બાળપણનો શું અર્થ?
જે હાથે દિવાળીના ફટાકડા પોતે ફોડવાના હોય,
તે હાથ જ ફટાકડા બનાવતા હોય,
તો એ નાજુક - કોમળ હથેળીઓનો શો અર્થ?
જે પગે દોડા - દોડી કરીને પકડદાવ રમવાનુ હોય,
તે પગ ફૂટપાથ પર ભીખ માંગવા દોડતા હોય,
તો એ બાળકની મજબુરીનો શો અર્થ?