તે છોડ્યો મારી પ્રીતના પાલવનો છેડો,
નહોતું વિચાર્યું આવો મળશે તારો જાકારો .
મૌન રહીને નિહાળી રહી છું તારી હરકતો ,
હું હૃદય ખોલીને ક્યાં કાઢું મારો ઉભરો ?
નહોતી ખબર મને ,આવો જાલિમ નીકળશે જમાનો ,
આપીને મારા દિલને દર્દ કેવો હરખાય છે તારો ચહેરો !
હશે, જો કિસ્મતમાં કોઈ સાચો મારો હમદર્દ ,
તો આવીને હાથ ઝાલશે બનીને એ મારો સહારો .
ના કર "ઝંખનાં"ભરોસો તું હવે કોઈ પર ,
જુઠા પ્રેમથી છળીને પોતાના જ કરશે દેકારો .
ઝંખના