શીખી લીધું મેં દુ:ખમાં મોજમાં કેમ રહેવું.
શીખી લીધું મેં મોત સાથે કેમ જીવવું
શીખી લીધું મેં દુર્જન સાથે કેમ સજ્જનતા દાખવવી
શીખી લીધુ મેં ડરને કેમ હિંમતની હરાવવો.
શીખી લીધું મેં કોલાહલમાં એકાંત કેમ મેળવવું
શીખી લીધું મેં સુખમાં સ્થિરતા કેમ જાળવવી.
શીખી લીધું મેં શ્રીમંતાઈને કેમ પચાવવી.
શીખી લીધું મેં વિપરીત પરિસ્થિતિમાં અડગ કેમ રહેવું.
પણ શીખવ્યું એક મારા ગુરુજીએ અને બીજા મારી પ્રભુજીએ .
#શીખો