Gujarati Quote in Story by Jasmina Shah

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" આશાનું કિરણ "

ઉત્સવ અને નમીતા એકબીજાના ગાઢ પ્રેમમાં હતા. બંનેની જ્ઞાતિ અલગ અલગ હતી એટલે બંનેના ઘરેથી લગ્ન કરી આપવાની ચોખ્ખી " ના " પાડી દીધી.

બંને જણાં ગહેરા શોકમાં ડુબી ગયા, હવે કરવું શું તે વિચારવા લાગ્યા. કોઈપણ પરિસ્થિતિમાં બંને એકબીજાને છોડવા તૈયાર ન હતા.

ઉત્સવ ખૂબજ પૈસાવાળા ઘરનો દિકરો હતો એટલે તેના મમ્મી-પપ્પા તેને ચડાવી રહ્યા હતા કે નમીતા આપણાં પૈસા જોઇને તારી સાથે લગ્ન કરવા માંગે છે.
અને તેના કરતાં તને આપણાં સમાજની, આપણી બરોબરીની ખૂબજ રૂપાળી અને સુંદર છોકરી મળશે.
માટે તું નમીતાને કોઈપણ સંજોગોમાં છોડી દે.પણ ઉત્સવ આ વાત માનવા તૈયાર ન હતો.

નમીતાએ અને ઉત્સવે સાથે જિંદગી વિતાવવાનું નક્કી કર્યું હતું તેથી બંનેએ પોતાની રીતે કોર્ટમાં લગ્ન કરી લીધા.ઉત્સવ નમીતાને લઇને પોતાના ઘરે આવ્યો પરંતુ તેના પપ્પા સમીરભાઈએ," આ ઘરના દરવાજા હવે તમારે બંને માટે સદાયને માટે બંધ જ રહેશે માટે અહીં આવવાનો પ્રયત્ન કદી કરશો નહીં. " એમ કહી બંનેને કાઢી મૂક્યા.

ઉત્સવે અને નમીતાએ સાથે મળીને એક નાની રેડીમેઈડ કપડા વેચવાની દુકાન ચાલુ કરી. બંનેની અથાગ મહેનતથી દુકાન સારી એવી ચાલી રહી હતી.

એક દિવસ ઉત્સવ પોતાના એક્ટિવા ઉપર દુકાનનો માલ લઇને આવતો હતો અને રસ્તામાં તેને ભયાનક એક્સીડન્ટ થયો. તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો અને નમીતાને આ વાતની જાણ કરવામાં આવી.

નમીતાના તો જાણે હોશકોશ ઉડી ગયા હતા. ઉત્સવનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ હતું અને તેને માટે હોસ્પિટલમાં પહેલા જ પાંચ લાખ રૂપિયા ભરવા પડે તેમ હતા.

આટલા બધા પૈસા નમીતા પાસે હતા પણ નહિ કે તે એકઠા કરી શકે તેવી કોઈ જગ્યા પણ તેની પાસે ન હતી.

તેને પોતાના સસરાનું ઘર યાદ આવ્યું, હવે તે એક જ માત્ર તેને માટે આશાનું કિરણ હતું.

નમીતા પોતાને સાસરે ગઇ અને પોતાના પતિના જીવન માટે પોતાના સસરા પાસે બે હાથ જોડીને આજીજી પૂર્વક ભીખ માંગવા લાગી, ખૂબ રડી ખૂબ રડી. તેની આ માંગણીથી તેના સસરાનું હ્રદય પણ દ્રવી ઉઠ્યું અને તાત્કાલિક નમીતાના સાસુ- સસરા અને નમીતા  બધા પૈસા લઇ દવાખાને પહોંચી ગયા.

ઉત્સવને પોતાના માતા-પિતા પણ મળ્યા અને નવું જીવન પણ મળ્યું. 👍

- જસ્મીના શાહ   'જસ્મીન'

Gujarati Story by Jasmina Shah : 111443172
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now