રાખવો પડશે તારે તમામનો આદર,
રાખવુ પડશે બધાની જરુરતોનુ ધ્યાન.
આ બધુ કરી લેશે મા ની આબરુ કાજ,
અને તોયે રહેશે હસતી હંમેશ દુખ છુપાવી.
કોઇ કેમ નથી કહેતુ કે ખુશી માણજે તમામ,
તુ પણ કયારેક તારા પોતાના માટે જીવી લેજે.
કયારેક તુ પણ તારા શોખ વિશે વિચારી લેજે,
ને કયારેક તુ પણ તારા સપનાને ફંફોળતી રહેજે.
સાવ આમ અન્યાય આવો ન કરતી એમની જોડે,
એ સપનાઓને પણ કયારેક તારો સમય આપી દેજે.
આવુ કહેવાનુ કેમ કોઇને નહી વિચાર આવતો હોય?
કેમ સાવ આવુ થતુ હશે?_Rashmi
#રાખવું