Gujarati Quote in Thought by Jasmina Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્કાર 🙏🙏🙏

✍ ઓનલાઈન શિક્ષણ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને એક ઉત્તમ ઉપાય છે.

✍ વર્તમાન પરિસ્થિતિને જોતાં લાગે છે કે, હમણાં શાળા-કોલેજો ખૂલશે જ નહિ અને આ રીતે વિદ્યાર્થીઓને ઘરે બેસીને પણ શિક્ષણ આપવું જરૂરી બની જાય છે. નહિ તો તેઓ પોતાના શિક્ષણમાં પાછા પડી જાય. અને તે એક નોંધપાત્ર બાબત છે.

✍ જેને ભણવું જ છે, તે ગમે તે રીતે ભણવા મળે તો પણ સીન્સીયર થઇને ભણવા બેસી જ જવાના છે.

✍ ઓનલાઈન ફક્ત ભણવાનું જ નથી ચાલતું બલ્કી પરીક્ષા પણ ઓનલાઈન લેવાઈ રહી છે. જે વિદ્યાર્થીઓ માટે આગળના ધોરણમાં લઇ જવા મદદરૂપ પણ થઇ શકે છે.

✍ ઓનલાઈન શિક્ષણના ફાયદા સાથે ગેરફાયદા પણ છે, જે નોંધપાત્ર છે.

✍ જે વિદ્યાર્થી પાસે મોબાઇલ કે લેપટોપ કે ઇન્ટરનેટની સુવિધા ન હોય તે આ શિક્ષણથી વંચિત રહી જાય છે.

✍ પ્રાથમિક કક્ષાના બાળકો આ રીતે કદાચ પૂરેપુરૂં જ્ઞાન ન મેળવી શકે તેવું પણ બને.

✍ ક્લાસરૂમમાં જે શિક્ષણ આપવામાં આવે છે તે લાઇવ શિક્ષણ બની રહે છે અને ઓનલાઈન આપેલું શિક્ષણ રસપ્રદ ન બને તેવું પણ બની શકે.

✍ ક્લાસરૂમમાં શિક્ષણ આપવાથી શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે એક ગુરુ-ચેલાનો પ્રેમાળ નાતો બની રહે છે.

✍ વિદ્યાર્થી પરીક્ષા આપવા બેસે ત્યારે શિક્ષકના ક્લાસરૂમમાં બોલેલા શબ્દો વિદ્યાર્થીના કાને અથડાય છે અને બોર્ડ ઉપર શિક્ષકના ટકોર કરી લખેલા જવાબો જાણે વિદ્યાર્થીને નજર સમક્ષ દેખાય છે.

✍ ક્લાસરૂમના શિક્ષણમાં વિદ્યાર્થી શિક્ષકને ન આવડતા પ્રશ્નો બે-ત્રણ, ચાર વાર પૂછી શાંતિથી જવાબ મેળવી શકે છે અને સમજી પણ શકે છે.

✍ આમ, ઓનલાઈન શિક્ષણના ફાયદા અને ગેરફાયદા બંને છે.
સમય, સંજોગો અને પરિસ્થિતિને અનુકૂળ થઇ જીવન જીવવામાં મજા છે.

- જસ્મીન

Gujarati Thought by Jasmina Shah : 111441713
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now