ક્યાં આવેછે!!
આંખો બંદ કરવાથી,
નીંદર ક્યાં આવે છે....
જોવા છે સ્વપ્ન મીઠા,
પણ શમણા ક્યાં આવે છે....
યાદ તો તારી હરદમ આવે છે,
પણ યાદ આવતા તુ ક્યાં આવે છે...
કરુ ગોષ્ઠી મનમા તુજ સંગ,
પણ એ ગોષ્ઠી ની હાસ્યની છોળમા આંખમા આંસુ બની તારી યાદ જરુર જરુર આવે છે.