તૂટીને આમ જ, વિખરાઈ ના જાઓ,
હસીને જરા , હોંશમાં આવી જાઓ;

નગણ્ય વાતો ને, વળગાડી ને દિલમાં,
છણકો કરી ગજબનો, કદીના સતાવો ;

રૂસણા ની મોસમ સાથે,. કરીને કિટ્ટા,
મનામણાં ની ટીકકા, માથા પર લગાવો;

દિલ્લગી નો દસ્તૂર હોય છે મહોબતમાં,
રબ્બર જેવું દિલ, ખેંચી ના ખિજવાઓ;

આનંદ તો સહજ છે, દર્પણ દિલ તમારૂં,
ચાહે સો પાઓ,જિંદગીમાં મોજ ઉડાવો;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111440660

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now