તને સમય મળશે એક દિવસ મારી માટે એ આશમાં મેં મારો સમય રોકી રાખ્યો છે..
તારા કાલ વાત કરીશું એ વાયદા પર મેં મારી આજ વેડફી નાખી છે..
ન જાણી તે ક્યારેય મારી ઈચ્છા બસ તારી મનમાની ચલાવી છે..
તારી ઈચ્છાઓ પુરી કરતા મેં મારી જાત ઘસી નાખી છે..
તારી માટે તારા કામ પહેલા અને પછી હું..
અને મેં હમેશા તને પ્રધાનતા આપી છે..
તને સમય મળશે મારી માટે એ આશમાં મેં મારો સમય રોકી રાખ્યો છે..
- # દ્રષ્ટિ