છું હું એક સ્ત્રી
ખુદ જ જલું છું
ખુદ જ બુજાવ છું
છો રહું બીમાર છત્તા
પરિવાર ની સંભાળ
રાખું છું, સામે પરિવાર
નો જવાબ કે એમાં શું
એ તો તારી ફરજ
આ સાંભળી હતાશ
થાવ છું, છે કોઈ
અંગત મારું એવું જેને
વિનવું કે કોઈ જવાબ
આપ , તેનો જવાબ ના
આવતા ખૂબ નિરાશ
થાવ છું
નથી બુજદીલ કે કમજોર
હું છત્તા આ સંઘર્ષ
માં હવે હું હારી જાવ છું