Gujarati Quote in Blog by Amit Hirpara

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#શૂરવીર

જીત સાથે રાખી પ્રીત તલવારે લોહીની ધાર એ જ એની રીત.
સાહસને રાખી પડખામાં જોશનું રણશીગું ફૂંકી ઉતરે એ શૂરવીર,

સંબંધને કરી દિલના ખૂણે બંધ ઈ તો કરે દુશ્મનના બંધ ચિત્ત.
મોતને સમજી પોતાનું બાળ લડે છે જે કાળ સંગાથે એ શૂરવીર.

કાયરતાનો બની એ કાળ શત્રુની વીરતાને બિરદાવે એવી એની રીત,
વીંધી છાતી દુશ્મનની બાણે પળમાં પ્રાણ પંખીડું ઉડાડે એ શૂરવીર.

રણનીતિ ઘડી નિત નિત લડી એ સદા મેળવતો રહે એ જીત,
મોતે પણ લોક મોઢે અમર રહી સદા ખુમારી અપાવે એ શૂરવીર.

Gujarati Blog by Amit Hirpara : 111440049
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now