શિયાળાની ઠંડક ઉડાડતો,
આવ્યો મનમોજીલો, આનંદી ઉનાળો.
લીમડા- આંબાની ડાળે ઝૂલતો આવ્યો ઉનાળો,
કોયલના મીઠા ટહુકા ગુંજવતો ઉનાળો.
સૂસવાટા મારતા પવનને ચીરીને મસ્ત થઈ આવ્યો ઉનાળો.
ગરમ લુના રથ પર સવાર, આવ્યો લાલ પીળો ઉનાળો.
લીમડાના મોરનો ઉકાળો, લાવ્યો ઉનાળો.
લીલીછમ કેરીના મરવાની જયાફત લાવ્યો ઉનાળો.
મીઠી મીઠી કેરીના રસની લિજ્જત લાવ્યો ઉનાળો
ખાટાં, તીખા ને ગળ્યા અથાણાનો રસાસ્વાદ લાવ્યો ઉનાળો.
ઠંડી ધરતીને લ્હાય લ્હાય કરી શેકતો ઉનાળો,
માનવીને ગરમીથી ત્રાહિમામ પોકરાવતો ઉનાળો.
અષાઢી વાદળાં સાથે વિદાય લેશે ઉનાળો,
ફરી ઠંડીમાં તાજોમાજો થઈ આવશે ઉનાળો.
નિમિકા.
#આનંદી