ફૂલો થી જરા જરા ,  મહેકતા શીખો,
ધરતીથી  જરાક સહનશીલતા શીખો;

અલિપ્ત રહેવું,   મંદમંદ મુસ્કાન રાખી,
હવા જેવી નિર્મળ એ ,નિર્લેપતા શીખો;

મધુમાખી ની વ્યવસ્થા, કુટુંબ કબીલો,
કીડી જેવી કૌટુંબિક  , ભાવુકતા શીખો;

સાગરના હૈયામાં સદા દાવાનળ બળતો,
ચહેરો સ્મિત રેલાવીને, લહેરાતા શીખો;

આનંદ, ગુનગુનાહટ ,સદાય ભ્રમર તણું;
માધુર્ય ભાવમાં મદમસ્ત વહેરાતા શીખો;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111438549

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now